માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, પાલનપુર       પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ગાયું રાષ્ટ્રગાન ૮ વર્ષની નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી આપ્યો ખાસ સંદેશ: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને આપ્યો સંદેશ

Read More

વલસાડ જિલ્લાના ખેડુતો માટે નવી ત્રણ બાગાયતી યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, (૧) બહુસ્તરીય પધ્ધતીથી ફ્ળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (૨) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રમ તથા (૩) ફ્ળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ વગેરે માટે તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ…

Read More

ચોમાસાને ધ્યાનમાં લઈ વાપી મનપા દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરાયો

હિન્દ ન્યુઝ, વાપી    આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો. જેની જાહેર જનતાએ નોંધ લેવા વાપી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Read More

અમરેલી ખાતે DISHA સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને અભિયાનોની સમીક્ષા કરી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.એસ.એન.એલ. નેટવર્ક, રોડ-રસ્તા રિસર્ફેસિંગ, વીજળી, રેલવે સહિતના પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા. જનસુખાકારી અને સર્વાંગી વિકાસ માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા સાથે વધુ અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.

Read More

વલસાડના પારનેરા ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ- ૨૦૨૬નું આયોજન વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભા દ્વારા ૧૫ દિવસીય સમર કેમ્પ સવારે ૭.૦૦ થી ૮.૦૦ દરમિયાન સંકટ મોચન હનુમાન મંદિર, પારનેરા ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પમાં આશરે ૧૦૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. સમર કેમ્પનો સમાપન સમારોહ તા.૨૮ મે ના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર…

Read More

જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપ્રિલ મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૪ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે…

Read More

भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण ने वित्त वर्ष 2026-27 के लिए मुद्रीकरण हेतु राष्ट्रीय राजमार्ग परियोजनाओं की संभावित सूची को अंतिम रूप दिया

हिन्द न्यूज़, दिल्ली     संचालित राष्ट्रीय राजमार्ग संपत्तियों से मूल्य प्राप्त करने के उद्देश्य से,भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (एनएचएआई) ने वित्त वर्ष 2026-27 के दौरान प्रस्तावित राष्ट्रीय राजमार्ग खंडों की संभावित सूची को अंतिम रूप दिया है। यह सूची ‘टोल-ऑपरेट-ट्रांसफर’ (टीओटी) और ‘इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट ट्रस्ट’ (InvIT) माध्यमों के तहत मुद्रीकरण के लिए तैयार की गई है। यद्यपि इस सूची में उन संपत्तियों को शामिल नहीं किया गया है, जिनका मुद्रीकरण वित्त वर्ष 2026-27 के लिए ‘राजमार्ग इंफ्रा इन्वेस्टमेंट ट्रस्ट’ (आरआईआईटी) के माध्यम से किया जाना प्रस्तावित है। यह पहल…

Read More

ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરતા પોલીસ કમિશનર

હિન્દ ન્યુઝ, અમદાવાદ       પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે.  પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા…

Read More

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 14/06/2026ના રોજ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા. 06/06/2026થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરવાનું શરૂ થનાર છે.

Read More

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળવિકાસ અધિકારી ની બેઠક યોજાઇ. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જણાવ્યું કે ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવા આ ઉપરાત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો.આંગણવાડીના સમય બાદ ગામના તમામ…

Read More