ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરતા પોલીસ કમિશનર

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. 

પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી.

આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને સુવિધાઓ વધુ અસરકારક બનાવવા માટે સૂચનો આપ્યા.

Related posts

Leave a Comment