ડાંગ પીએમ શ્રી સ્કુલ નવોદય વિદ્યાલય સાપુતારાના વાર્ષિક સ્કુલ મેગેઝિન ‘સૃજન’નું વિમોચન સમારોહ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે તારીખ ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે નવોદય વિદ્યાલય સાપુતારાના આચાર્ય આર પી તિવારી, એસ બી મિશ્રા ઉપ આચાર્ય, મેગેઝિનના મુખ્ય સંપાદક અશોક લિમયે અને હિન્દી વિભાગના સંપાદક શ્રીમતી ઉષા સકત કલેક્ટર કચેરી આહવા, ડાંગમાં હાજર હતા. પીએમ શ્રી સ્કુલ હેઠળ નવોદય વિદ્યાલય સાપુતારાએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન શાળા મેગેઝિન બહાર પાડવાની યોજના બનાવી હતી. આ મેગેઝિન “સૃજન” નું સમગ્ર કાર્ય અને પ્રક્રિયા ચાર મહિના સુધી ચાલુ રહ્યું હતું.…
Read MoreAuthor: Admin
અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ થયો. જેના ભાગરૂપે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. આ અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરની અટકાયત માટે 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય; રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂપિયા રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક…
Read Moreગાંધીનગર ખાતે આગામી તા. 1 અને 2 માર્ચના રોજ ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ – 2026’ યોજાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આગામી તા. 1 અને 2 માર્ચના રોજ ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ – 2026’ યોજાશે. આ કૉન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સનું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે કે જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને…
Read Moreડાંગ દરબાર-૨૦૨૬નું ભવ્ય ઉદ્ઘાટન – પ્રથમ દિવસે સ્થાનિક નૃત્યકલા અને કિંજલ દવેના ગીતોએ જમાવી મહેફિલ
હિન્દ ન્યુઝ, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર ડાંગ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સહયોગથી આયોજિત ઐતિહાસિક ડાંગ દરબાર-૨૦૨૬નું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ચાલનારા આ મેળાના પ્રથમ દિવસે રાત્રે રંગ ઉપવન આહવા ખાતે અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની રાત્રે સ્થાનિક ડાંગી આદિવાસી કલાકારો તેમજ અન્ય પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા વિવિધ પ્રાંતો અને પ્રદેશોના નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે દ્વારા ગુજરાતી ગીતો અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. કિંજલ દવેના…
Read Moreરિજનલ વાઇબ્રન્ટ ગુજરાત બિનસરકારી સંકલ્પ સ્વીકારાયો
હિન્દન્યુઝ, વલસાડ ‘હર ઘર સ્વદેશી’ થીમ સાથેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલ MSMEs અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. વિધાનસભા ખાતે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા રજૂ કરવામાં આવેલો રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત બિનસરકારી સંકલ્પ સ્વીકારાયો. વિધાનસભા ગૃહ ખાતે બિનસરકારી સંકલ્પના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત@2047’ના…
Read Moreસુરત ICDS વિભાગ દ્વારા “સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન(SBCC)” વિષય પર એક દિવસીય રિજનલ વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા પંચાયત ખાતે “સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન(SBCC)” વિષય પર એક દિવસીય રિજનલ વર્કશોપ યોજાયો હતો. સુરત ICDS વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ન્યુટ્રિશન(CoEN) – પ્રોજેક્ટ તુષ્ટિ હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં પોષણ અને માતા-બાળ આરોગ્ય સેવાઓમાં SBCC અભિગમને મજબૂત બનાવવો તથા સુપરવાઇઝરી કેડરના અધિકારીઓની માર્ગદર્શક ભૂમિકાને વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક દિવસીય વર્કશોપ દરમિયાન SBCCના મૂળ તત્ત્વો, IEC-BCC-SBCC વચ્ચેનો તફાવત, વર્તન પરિવર્તન મોડલ, સમુદાય સ્તરે અસરકારક સંવાદ કૌશલ્ય, સુપરવાઇઝરી માર્ગદર્શન અને…
Read Moreहोली 2026 को लेकर वैशाली में जिला स्तरीय शांति समिति की बैठक करते हुए जिलाधिकारी श्रीमती वर्षा सिंह की सौहार्द बनाए रखने की अपील
हिन्द न्यूज़, बिहार होली पर्व 2026 के शांतिपूर्ण, सुरक्षित एवं गरिमामय आयोजन को सुनिश्चित करने के उद्देश्य से समाहरणालय परिसर स्थित सभागार में जिला स्तरीय शांति समिति की बैठक आयोजित की गई। बैठक की अध्यक्षता वैशाली जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह एवं पुलिस अधीक्षक वैशाली विक्रम सिहाग द्वारा संयुक्त रूप से की गई। बैठक में उप विकास आयुक्त, सभी अनुमंडल पदाधिकारी, सभी प्रखंड विकास पदाधिकारी, जिले के सभी थाना प्रभारी सहित अन्य वरीय एवं संबंधित पदाधिकारी उपस्थित रहे। इसके अतिरिक्त जिले के विभिन्न अनुमंडलों एवं प्रखंडों से आए जनप्रतिनिधि,…
Read Moreજૂનાગઢ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ–કેશોદ ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી-જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી ધડતરના ભાગરૂપે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ–કેશોદ ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોજગાર કચેરી સેવાઓ જેવી કે નવી નામ નોંધણી, રીન્યુઅલ, અપડેશન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઓદ્યોગિક ભરતી મેળા,સ્વરોજગાર શિબિર,કારકિર્દી માર્ગદર્શન ,આર્મી નીવાસીતાલીમ યોજના,કાઉન્સેલિંગ તેમજ રિઝયુમ કેમ બનાવવું ?ઈન્ટરવ્યું ના પ્રકારો અને જીલ્લાની વિવિધ તાલીમી સંસ્થાઓ વિષે સેમીનારમાં વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન રોજગાર કચેરીના કાઉન્સેલર…
Read More૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ મહેમાન યુવાનોએ સુરતના ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, સુરત ‘માય ભારત’ સુરત દ્વારા આયોજિત ૧૭મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જનજાતીય યુવાનોએ સુરતના ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. સુરતના વિકાસ મોડેલ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકોથી અવગત થઇ રાષ્ટ્રીય વિકાસની મુખ્યધારામાં સક્રિય થવાના હેતુથી યોજાયેલી ફિલ્ડ વિઝીટમાં તેમણે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ(SGCCI) ખાતે પ્રમુખશ્રી નિખિલ મદ્રાસી સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ યુવાનોએ સચિન GIDC સ્થિત સંકલ્પ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની મુલાકાત લઇ FOSTTAના ચેરમેનશ્રી કૈલાશ હકીમ દ્વારા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ટ્રેડિંગ વિષે જાણકારી મેળવી…
Read Moreડાંગ જિલ્લામાં ૧૨ માં ગ્રામિણ ઓલમ્પિક્સ રમતોનું ભવ્ય આયોજન
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી આહવા-ડાંગ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માર્ચ-૨૦૨૬ દરમ્યાન બારમાં ગ્રામિણ ઓલમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામિણ ઓલમ્પિક્સ તા.૦૧/૦૩/૨૦૨૬ (ભાઈઓ) થી તા.૦૨/૦૩/૨૦૨૬ (બહેનો) ના દિવસો દરમ્યાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાપુતારા ખાતે યોજવામાં આવનાર છે. તો ભાઈઓ ૮૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેંક ,લાંબીદોડ (પર્વતીયાળ વિસ્તાર), કબડ્ડી, ખો-ખો, વોલીબોલ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ગ્રામિણ ઓલમ્પિક્સમાં ભાગ લેવા ઈચ્છતી જિલ્લાની ટીમોને તેમજ ઈચ્છુક રમતવીરોએ એન્ટ્રી સ્પર્ધા સ્થળ પર સવારે ૮:૦૦ કલાકે સ્પર્ધાના દિવસે સમયસર એન્ટ્રી કરવાની રહેશે. આ અંગેના ફોર્મ…
Read More