હિન્દ ન્યૂઝ, મહુવા,
મહુવામાં નાગરિક અધિકાર મંચ ની અગેવાની માં નાગરિક અધિકાર મંચ, મહુવા મહિલા ન્યાય સમિતિ, દલિત અધિકાર મંચ, વણકર સેવા સમાજ, ગુજરાત ભીમસેનાએ સાથે મળી ને ઉત્તરપ્રદેશમાં હાથરસ ગામે ભારતની દીકરીપર અત્યાચાર કરીને હત્યા કરેલ બાબતે મહામહિમ રાજ્યપાલ ગુજરાત રાજ્યને મહુવા નાયબ કલેકટર ના માધ્યમ થી અને મહુવાના ધારસભ્યને આવેદનપત્ર આપતા
રાજ અશ્વપ્રેમી (રાજેશ દલ)
નાગરિક અધિકાર મંચ, અરવિંદભાઈ (દલિત અધિકાર મંચ), ધનીબેન ગુજરીયા
(મહુવા મહિલા ન્યાય સમિતિ), દીનેશરાજ રાવલિયા (ગુજરાત વણકર સેવા સમાજ) ગુજરાત ભીમસેના અને ઇદ્રિસ મોગલ તથા ટીંકલ રાઠોડ વગેરે સાથિયો જોડાય હતા અને એવી માંગ કરી હતી કે નીચે મુજબ ની કલમો અને કાયદાઓ અને બંધારણનું હનન થઈ રહ્યું છે તેને તાત્કાલિક અટકાવી ને યોગ્ય રીતે કાયદેસર ની કાનૂની કાર્યવાહી કરી નિષ્પક્ષરીતે ન્યાયી રીતે સજાકરવી તેવી માંગ કરેલ છે.
ભારતીય બંધારણ ની અનુછેદ 14.અને 15 નું હનન થઈ રહયું છે. એટ્રોસિટી એકટ નું કલમ 3 અને 10 નું હનન થઈ રહ્યું છે.
આઈ,પી,સી,504, 506, 307, 302, અને પુરાવનો નાશ કરવાની તથા અન્ય લાગુ પડતી કલમો નું હનન થઈ રહ્યું છે તથા સી,આર,પી,સી, ની કલમો નું હનન થઈ રહ્યું છે.
આમ ઉપરોક્ત અલગ અલગ કાયદાની કલમો અને બંધારણ ની અનુસૂચિઓનું હનન થઈ રહ્યું હોય અને ભારત ના બંધારણ ના મહામુલા મૂલ્યો સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, આત્મ ગૌરવ નું હનન થઈ રહ્યું હોય એન તાત્કાલિક અટકાવવું અને આરોપી ને કડકમાં કડક સજા આપવી અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવી એમ રાજેશ દલે માંગ કરેલ છે.
રિપોર્ટર : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા