હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૦૬, ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ-૨૦૨૦માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન અન્વયે રાજ્ય સરકાર દ્રારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ DIGITAL GUJARAT પોર્ટલ પર ગ્રામ્યકક્ષાએ VCE મારફત તલાટીનો વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ સાથે ઓનલાઈન અરજી તા.૦૧-૧૦-૨૦૨૦ થી તા.૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં કરવાની રહેશે.
સંયુક્ત ખાતાધારકે સંમતીપત્રક/કબુલાતનામું પણ સાથે જોડવાનું રહેશે. અરજી અને સાધનિક કાગળો ગ્રામસેવકને આપવાના રહેશે. ઓનલાઈન અરજી કરેલ ખેડૂત ખાતેદારોને જ કૃષિ રાહત પેકેજનો લાભ મળશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ