ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા કાનુની સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમા ૧૦૭ કેસોનો નિકાલ કરાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ તા. ૦૩, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દીલ્હી અને ગુજરાત રાજ્યનાં કાનુની સેવા સત્તા મંડળનાં આદેશ અને માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનાં નિરાકરણ માટે આયોજીત નેશનલ લોક અદાલતમાં ચેક રિર્ટન, બેંક લેણાં, વાહન અકસ્માત, લેબર, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધિત કેસ, જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામા આવ્યો હતો. જિલ્લાની કોર્ટ તથા તાલુકાની તમામ કોર્ટોમાં સમાધાનની શક્યતા વાળા કુલ ૧૬૬ કેસો મુકવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦૭ કેસો રૂા.૭૧,૭૫,૮૩૩ સમાધાન વળતર રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર-સોમનાથ

Related posts

Leave a Comment