થરાદ તાલુકાના કળશ લવાણા ના ભાવિ ભક્તો અને ગૌ ભક્તો દ્વારા ગામની રળાવું ગાયોને માટે ઘાસ ચારા ની વ્યવસ્થા

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદ તાલુકાના કળશ લવાણા ના ભાવિ ભક્તો અને ગૌ ભક્તો દ્વારા ગામની રળાવું ગાયોને માટે ઘાસ ચારા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વની અંદર કોરોનાની મહામારી ચાલી રહી હતી અને આપણા દેશની અંદર જ્યારે કોરોના પ્રવેશ કર્યો અને પુરા ભારતની અંદર આ રોગ ફેલાયો ત્યારે આ રોગ કેટલા લોકોના ભોગ પણ લીધો અને અત્યારે પણ કોરોના ની મહામારી થી ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં અબોલા પ્રાણીઓ ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે લુવાણા કળશ ની પાવનધરા સનાતન ધર્મ પ્રેમી ઓ અને ભાવિ ભક્તો અને ગૌ ભક્તો દ્વારા ગામ ની રળાવુ ગાયો માટે ઘાસચારા ની વ્યવસ્થા કરી આ ભગીરથ કાર્ય કરવાનું ચાલુ કર્યું અને આ મહામારી ના સમયમાં ગામની તમામ રળાવુ ગાયોને દરરોજ ઘાસ નાખવા માં આવતી અને ગરમી ની ઋતુમાં પણ અને ચોમાસા ને ધ્યાનમાં લઈ સુખી જમીન વાળી જગ્યામાં ઘાસચારો નાખી ગાયોને એકઠી કરી આ ઘાસચારો નાખવામાં આવે છે. જ્યારે ગૌશાળા ની ગાયો માટે તો વ્યવસ્થા કરવામાં આવે છે અને ગૌશાળામાં તો ગૌશાળા ઉપર અમુક માણસો હોય છે અને તેમનું છાણ વેચીને ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે. વધુમાં અમુક દાતા દ્વારા ફંડ પણ આવે છે. સરકાર દ્વારા એમને સહાય પણ મળે છે અને તેમને ગામના લોકો દ્વારા દાન પણ મળી રહે છે. પરંતુ ગામ ની રળાવુ રખડતી ગાયો કોના ભરોસે ? તેમનો કોઈ ધણી નથી ત્યારે ગામના યુવાન મિત્રો દ્વારા આવા કપરા સમયમાં પાછલા છ-સાત મહિનાથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પણ ગાયો માટે દરેક સમાજના યુવાન મિત્રો દ્વારા અને વોટ્સએપના માધ્યમથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ. અને લુવાણા કળશ નુ પુરા ગામ નો ફાળો આવે છે. અને આ ફાળો ઉઘરાવીને ગાયો માટે લીલો ઘાસચારો અને જુવાર ની ચાર, ગોળ અને સુખડી બનાવીને ગાયોને આપવામાં આવે છે. હાલ પુરા ગામ ની અંદર 100 થી 150 ની આસપાસ ગાયો ફરે છે. આ બધી ગાયો અલગ અલગ જગ્યાએ બેસે છે. હાલ ગામની અંદર સો 100 થી વધુ રળાવુ ગાયો છે. તેમને દરરોજ ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરવામાં આવે છે. નરસીભાઈ એચ. દવે, નેનમલ શાહ અને વિષ્ણુ ભાઈ દવે, નાઈ વાલજીભાઈ આ તમામ મિત્રો દ્વારા દરરોજ ઘાસ નાખવામાં આવે છે. બીજા મિત્રોનો સાથ લઈ દરરોજ ગાયોને ઘાસ નાખવા માટે એક મજબૂત લોખંડની ટોલી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ મિત્રો દ્વારા ટોલી ના માધ્યમથી ગાયો સુધી દરરોજ ઘાસ મુકવામાં આવે છે. ગામની અંદર કોઈપણ ગાયને કોઈપણ બીમારી અથવા રોગ હોય ડોક્ટરને બોલાવી દવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધા કાર્યો લુવાણા તેમજ તમામ દરેક સમાજના યુવાન, મિત્રો, વડીલો, ગામ તમામ લોકોના સાથ સહકારથી આ રળાવુ ગાયો માટે સરાહનીય કામ કરી રહ્યા છે.

બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ

Related posts

Leave a Comment