વાંકાનેરની દિધલિયા ચોકડી બે યુવાનપાસેથી 36 બોટલ દારૂ સાથેપકડાયા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર

વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા દિધલીયા ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને રોકીને પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેઓની પાસેથી કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને વાપી સહિત ૭૩,૬૫૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે ની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની દિધલીયા ચોકડી પાસેથી એકટીવા લઈને ડબલ સવારીમાં પસાર થઈ રહેલા બે યુવાનોને રોકવામાં આવ્યા હતા અને તેઓના વાહનની તલાસી લેવામાં આવી હતી. તે સમયે તેઓની પાસેથી કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી કરીને ૬૦ હજારની કિંમતનો સ્કૂટર તેમજ ૧૩૫૦૦ ની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૭૩,૫૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે અરવિંદભાઈ દાદુભાઇ બાટી (૨૭) રહે. વજેપર અને રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા (૨૭) રહે. વજેપર વાળાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment