હિન્દ ન્યૂઝ, ડભોઇ,
ડભોઇ દર્ભાવતિ નગરી માં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વધારાની ફી ઉઘરાવીને લઈને સેલ્ફ ફાઈનાન્સ સાયન્સ કોલેજ/યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ અવાજ ઉઠવાયો હતો.ત્યારે ડભોઈની સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને ડભોઇ તેમજ વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વૈશ્વિક કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ ના વાલીઓ પાસે પૈસા ન હોય અને કોલેજો દ્વારા વધારાની ફી ની માગણી કરી રહ્યા છે. તેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓના વાહ રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગળ આવ્યું છે. વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા છે કે વધારાની ફી ન આવે તેવી માંગ સાથે આવ્યા હતા અને જો આનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આગળ મામલતદાર તેમજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને તેનો વિરોધ પણ કરવામાં આવશે.
રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ