જામનગરમાં “વિશ્વ કેન્સર દિવસ” નિમિત્તે જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કેન્સર મુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

જામનગર,

જામનગર ખાતે આજરોજ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આરટીઓ ઓફિસની બાજુમાં કેન્સર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર “કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ” દ્વારા યોજવામાં આવેલ આ કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જામનગર મેયરશ્રી હસમુખભાઈ જેઠવા દ્વારા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીખ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ જનજાગૃતિ અભિયાન સવારે 10 વાગ્યાથી રાત્રે 10 કલાક સુધી ફ્રીમાં પ્રદર્શન, ઓડિયો વિઝ્યુઅલ દ્વારા કેન્સર અંગે જાણકારી આપવા સાથે ‘જાણો માનો અને જીતો’ કવીઝ રમાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ડૉ. કલ્પનાબેન ખંડેરિયા, શ્રીમતી ગીતાબેન સાવલા, ડૉ. ભાર્ગવ ત્રિવેદી, ડૉ. શિવાનીબેન ભટ્ટ, પ્રદીપભાઈ માધવાણી, પ્રોજેક્ટ ચેરમેન નીરવ વડોદરિયા તથા જયાબેન ભટ્ટ એ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા તેમજ દેવસેના સંસ્થાના રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રભારી પ્રભારી ડૉ. સીમાબેન પટેલ, જામનગર ભાજપ મહિલા પ્રમુખ શારદાબેન વીજુવાડીયા તથા દેવસેના જામનગર મહિલા સેલનાં પ્રમુખ હર્ષાબેન  રાવલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment