હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી પહોચ્યા હતા. પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવાર, નર્સીંગ સ્ટાફ પર હુમલો, મૃત્યુદરમાં વધારો, તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી ચર્ચા વિમર્શ કર્યાં હતા. રાજકોટમાં આવતા ૧૦૦ થી વધુ પોઝેટીવ દર્દીઓ અને ૩૫ જેટલા લોકોના મૃત્યુ અંગે ચિતા વ્યકત કરી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજમાં રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટના પ્રભારી અધિકારી રાહુલ ગુપ્તા તેમજ મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ હોસ્પિટલ માટે ખાસ મુકાયેલા ડે.કલેકટરો, ડીન અને નિષ્ણાંત ડોકટરો સાથે તાકિદની સમીક્ષા બેઠક યોજી કોરોના સંક્રમણ રોકવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ