હડિયાણા ગામે ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ “નેશનલ ન્યુટ્રીશન માસ” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, હડિયાણા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર તથા ઈફ્કો કંપનીના સંયુક્ત ઉપક્રમે હડિયાણા સેવા સહકારી મંડળીના સહયોગથી હડિયાણા ગામે રાષ્ટ્રીય કાર્યક્રમ “નેશનલ ન્યુટ્રીશન માસ”ની ઉજવણી આજ રોજ તા. ૧૭.૦૯.૨૦૨૦ના કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં હડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ કાનાણી તથા અન્ય હોદેદારો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના હેડ ડો. કે. પી. બારૈયા, શ્રીમતી અંજનાબેન બારૈયા, એસ. એચ. લાખાણી તથા ઈફ્કો કંપનીના બળદેવભાઇ ઉપરાંત ડો. અશોકભાઈ કગથરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં અંજનાબેન દ્વારા મહિલાઓને પોષણ વિષે વિસ્તૃત માહિતી આપેલ, ડો. કે. પી. બારૈયા એ કુદરતી ખેતી કરીને પોષણ યુક્ત આહાર ઉત્પન કરવા પર ભાર મુકેલ. ડો. અશોક કાગથારાએ કોરોના વિષે દવા વગર ઇમ્યુનિટી વધારવા પર ટીપ્સ આપેલ. તમામ ખેડૂત મહિલાઓને ન્યુટ્રીશન ગાર્ડન બનાવવા માટે શાકભાજી બિયારણની કીટ તથા નવો પાક કિનોવા જે ન્યુટ્રીશનથી ભરપુર છે તેમનું વિતરણ કરવામાં આવેલ. આમ જુદાજુદા વિષયો પર ચર્ચા અને પ્રશ્નોતરી કરીને મગનભાઈ કાનાણી તથા તેમની ટીમે સહુનો આભાર વ્યક્ત કરીને મિટિંગ પૂર્ણ કરવામાં આવેલ.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment