ગુજરાતભરના તમામ કોળી સમાજ નાં આગેવાનો એક થઈ અને એક આંદોલનની શરૂઆત કરશે

મોરબી,

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ગામ જ્યાં સામાજિક તત્વો દ્વારા કંચનબેન મકવાણા તથા તેમના પુત્ર ના હાથ પગ કાપી નાખવામાં આવેલા અને વિસ્તારની અંદર અસામાજિક તત્ત્વોએ જાણે માંજા મેકી હોય એવી પરિસ્થિતિની અંદર અનેક પરિવારને વેર-વિખેર કરી નાખ્યા હોય અને કોળી વિકાસ સંગઠન ગુજરાત ના ટ્રસ્ટીઓ હાલ જ્યારે કંચન મકવાણા ના પગ ભાંગી નાખ્યા હોય, ગોંડલ સારવાર લઈ રહ્યા હોય, તેની મુલાકાતે કોળી વિકાસ સંગઠન ગુજરાત ના સ્થાપક તથા કોળી વિકાસ સંગઠન ગુજરાત ના મહામંત્રી વગેરે આગેવાનો દ્વારા તથા ગુજરાત કોળી સમાજના મહિલા પ્રમુખ જલ્પાબેન તથા ઉપપ્રમુખ કંચનબેન મકવાણા ની મુલાકાત લીધી અને આ વિસ્તારની અંદર અવારનવાર કોળી સમાજની બહેનો દીકરીઓ પર આ પ્રકારના અત્યાચાર થતા હોય તેમ છતાં પણ આ અધિકારી મારફતે સમાજને ન્યાય આપવામાં ન આવતો હોય અને વધારેમાં વધારે અસામાજીક તત્વોને પ્રોત્સાહન આપતું હોય, એવા દ્રશ્યો જોવા મળ્યા આ વિસ્તારની અંદર તમામ અસામાજીક તત્વોને ડામવા માટે આગામી દિવસોની અંદર તમામ સંગઠનનો એક થઈ અને ત્યાં આ પરિવારને યુદ્ધના ધોરણે ન્યાય મળે અને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે તે હેતુસર છે. ગુજરાત લેવલની કોળી વિકાસ સંગઠન ગુજરાત ના માધ્યમથી એક મિટિંગ ગોઠવવામાં આવશે જેની તારીખ ટાઈમ અને સમય આગામી દિવસોની અંદર નક્કી કરવામાં આવશે અને ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર જેટલા જેટલા અત્યાચાર થયા જય જય સમાજના આગેવાનોએ જીવ ગુમાવ્યા અનેકવાર માર ખાધા તે તમામના ખબર અંતર પૂછવા માં આવશેને તમામ ના કેસ ક્યાં ચાલે છે કઈ પરિસ્થિતિમાં છે અને ગુજરાતભરના તમામ કોળી સમાજ પર થયેલા અત્યાચાર ના તમામ કેસમાં ઝડપથી નિવારણ આવે અને તમામ આરોપીઓને તાત્કાલિક સજા અપાવવા હેતુઓ વચ્ચે ગુજરાતભરના તમામ કોળી સમાજ નાં આગેવાનો એક થઈ અને એક આંદોલનની શરૂઆત કરશે. જે તમામ સમાજને સાથ સહકાર અને ન્યાય માટે લડવામાં આવશે.

રિપોર્ટર : ભરત વિંધાણી,  મોરબી

Related posts

Leave a Comment