બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી રસ્તા બિસ્માર હાલત માં જોવા માડી રહ્યા છે

લાખણી,

બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ખાડા ખાબચા જોવા મળી રહ્યા છે. ગ્રામ વિસ્તારના તેમજ ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓ ભારે નુકશાન થવાં પામ્યું છે, જેમાં લાખણી તાલુકાના કોટડા લાલપુર થી લાખણી જવાનો રસ્તો ની અતિશય ભારી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેની રીપેરીંગ કરવાની માંગ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે,. ગ્રામ પંથકના જોડતા રસ્તાઓ અતિશય તુટી જવા પામ્યા છે. લાખણી તાલુકાના કોટડા થી લાલપુર અને ગેલા જવાનો રસ્તો પણ ગંભીર સ્થિતિમાં જોવા મળે છે, જે રોડ ખાડા ખાબચા બની ગયા છે, જેથી નાનાં વાહનો ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહયા છે ત્યારે ભારે વાહનો પણ મહા મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહ્યા છે ત્યારે જીલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામ હાથધારે તેવી માંગ ઉઠવા પામી છે.

આગળ જોતા ઝેરડા થી ધૂણસોલ સુધી ડબ્બલ હાઈવે રોડ બની ગયેલ છે, તો વચ્ચે વાળો રસ્તો સિંગલ પટ્ટી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, તેમા સતત વરસાદ ને કારણે ખાડા ખાબચા વાળો રસ્તો  છે તો દિવાળી સુધી માં રસ્તા નુ રિપેરીંગ કામ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment