દામનગર,
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક તપાસણી અને શાળા ગુણોત્સવ ૨૦ અંતર્ગત કાર્યક્રમો યોજાયા જેમાં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિદ્યા ની દેવી તરીકે શિક્ષણ ક્ષેત્રે સુંદર પ્રવૃત્તિ માટે સેવારત ટી.પી.ઓ નિમિષાબેન દવે નું શાળા ની વિદ્યાર્થીની ઓ એ પુષ્પ અર્પી સ્વાગત કર્યું હતું ગુણોત્સવ માટે પધારેલ સ્કૂલ ઇન્સ અભિષેકભાઈ ઠાકર, બી.આર.સી સલીમભાઈ લોહિયા, રમેશભાઈ પરમાર, ગૌરાંગભાઈ જોશી, શલેશભાઈ વિસાણી, યોગેશભાઈ નિમાવત, અંનતભાઈ ભટ્ટ, ભારતીબેન વગેરે એ શાળા ની શેક્ષણિક પ્રવૃત્તિ ઓ જોઈ દરેક વર્ગ ખંડમાં નિરીક્ષણ કરેલ શાળા નું કાર્ય જોઈ ને શાળા ના આચાર્ય દેવીલાલ કે. રાવલ અને શાળા ના શિક્ષક સ્ટાફ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.