આજરોજ તારીખ૧૭/૧ના રોજ “બગસરા પ્રાથમિક સ્કૂલ” નટવર નગર બગસરા ખાતે “ભારતીય ટપાલ વિભાગ” દ્વારા આયોજીત આધારકાર્ડ સુધારણા તેમજ નવા આધારકાર્ડ બનાવવા માટેના સુંદર મજાના કેમ્પનું જન સેવા હિતાર્થે,પબ્લીક રિલેશન ઇન્સ્પેક્ટર / માર્કેટિંગ એકજ્યુકેટિવ શ્રી કિશોરભાઈ ભટ્ટ તથા સિસ્ટમ મેનેજર શ્રી મેહુલભાઈ લાખાણી,પંકજભાઈ જોશી,અરવિદભાઈ જાલેલા તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આયોજન કરવામાં આવેલ,જેમાં સ્કૂલ કેમ્પસ પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ તેમજ કો ઓર્ડીનેટર શ્રી વિઠલાણી સાહેબ આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખુબજ બહોળો પ્રતિસાદ સાંપડેલ.તે બદલ પોસ્ટલ પરિવાર સમગ્ર સ્કૂલના સ્ટાફનો અંતઃકરણથી આભાર માને છે
બગસરા ખાતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આધાર સુધારણા કાર્યક્રમ યોજાયો
