રાજકોટ નાં માર્કેટીંગયાર્ડમાં નવી મગફળીની આવક આવી છે, નવી મગફળીની આવકનો ભાવ રૂ.૧૦૦૦ સુધી બોલાયા

રાજકોટ,

તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માર્કેટીંગયાર્ડમાં આજે ૧૦૦૦ ગુણી નવી મગફળીની આવક આવતા સારી કવોલીટીના રૂ.૧૦૦૦ ઉપજયા છે. નવી મગફળીનાં સરેરાશ રૂ.૭૨૦ થી ૭૭૦ થોડી સારી કવોલીટીના રૂ.૮૦૦ થી ૮૫૦ તેમજ બેલ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ ઉપજયા હતા. માર્કેટીંગયાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ હળવદ પંથકમાંથી પણ મગફળીની આવક આવી છે. ૫૦૦ ગુણી જેટલી જુની મગફળી આવી હતી. જેના સરેશન ભાવ રૂ.૮૫૦ થી ૯૦૦ તેમજ બેસ્ટ કવોલીટીના રૂ.૯૫૦ થી ૧૦૪૦ જેટલા ઉપજયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment