રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે. પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએથી રૂબરૂ મેળવી સુવાચ્ય અક્ષરે ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ વિગતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન મુ.ઇણાજ તા.વેરાવળ ખાતે મોકલવાનું રહેશે. તા.૩૦/૦૯/૨૦૨૬ બાદઆવેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહી કે સ્પર્ધા માટે માન્ય રાખવામાં આવશે નહી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
Related posts
-
GMERS હોસ્પિટલ, ધારપુર–પાટણ ખાતે વોટ્સએપ દ્વારા લેબોરેટરી રિપોર્ટ મેળવવાની સુવિધાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, પાટણ આ સુવિધાથી દર્દીઓને લેબોરેટરી રિપોર્ટ સીધા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે, જેથી હોસ્પિટલની વારંવાર... -
મહીસાગર જિલ્લાના આંજણવા ગામે એમજીવીસીએલ દ્વારા વીજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર શ્રી... -
ડાંગ જિલ્લામાં પીએમ કિસાન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એકતા દિવસના આયોજન સંદર્ભે કલેક્ટર એન.ડી.પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ...
