સુરત,
સુરત જીલ્લા ના રસ્તાઓ ચાલુ વર્ષે સતત પડી રહેલાં ધોધમાર વરસાદે સુરતનાં 200 કરતાં વધુ રસ્તા ધોઈ નાંખ્યા છે. માર્ચ માસથી કોરોનાને લીધે રસ્તાનાં કામો થયા ન હતા.શહેરીજનો હાલમાં પરેશાન થઈ ગયા છે. આખરે શાસકો જાગ્યા છે. બાંધકામ સમિતિનાં અધ્યક્ષએ બિસ્માર રસ્તાઓ પ્રશ્ને વિગતવાર અહેવાલ માંગ્યો છે.
આ વર્ષે રસ્તાઓ પાછળ 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે જે રસ્તાઓ તૂટી ગયા છે.એનાં રીપેરીંગ પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.એવો એક અંદાજ ગણવામાં આવી રહ્યો છે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત