છોટાઉદેપુર જિલ્લાના ૧૦ હજારથી વધુ લાભાર્થીઓનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

આ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા,જેતપુરપાવી અને છોટાઉદેપુર ખાતે સમાંતર કાર્યક્રમોમાં કુલ ૧૦૨૦૪ આવાસોના ઈ-લોકાર્પણ મહાનુભાવનો વરદહસ્તે કરવામાં આવ્યુ હતું. કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે ૨૦થી વધુ લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી.

આ કાર્યક્રમના ઉપલક્ષમાં સંખેડામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેન પટેલ, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને નિવાસી અધિક કલેકટર એસ.ગોકલાણીની ઉપસ્થિતિમાં ડી.બી,પારેખ હાઇસ્કુલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૪૦૯૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં એ.પી.એમ.સી કવાંટ ખાતે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના૪૦૦૭ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં એસ.એન.કોલેજ ગાઉન્ડ ખાતે ૨૧૦૩ આવાસોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

ધારાસભ્ય અભેસિંહ તડવીએ જાહેરજનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકારની યોજનાના લાભો જનત સુધી પહોંચી રહ્યા છે તેનું સરવૈયુ અહી જોવા મળી રહ્યું છે.માન વડાપ્રધાનના નેતૃત્વમાં માન મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માણસને પ્રાથમિક સુવિધા મળે તેવું આયોજન કર્યું છે.

આ તકે જેતપુરપાવીના ધારાસભ્ય જયેતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, આજે ભારતનો નાગરિક ખૂબ સુરક્ષિત છે, તેના બાળકોને નિવાસી શાળામાં પાઠ્યપુસ્તક, ગણવેશ, શિક્ષણ, ભોજનની ચિંતા કરીને દેશ અને રાજ્યને નવી ઊંચાઇ પર લઈ જઈ દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સોલર રૂપટોફ, પી.એમ.વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપી હતી. તેમજ ગુજરાતના ૨૦૨૪ના બજેટમાં આવેલી નવી યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિશે પણ લોકોને જાણકારી આપી હતી.તમામ યોજનાઓનો નાગરિકો વધુમાં વધુ યોજનાઓનો લાભ લે એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ અને ડિસા,મોરબી, વાપી, રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો. તમામ કાર્યક્રમ સ્થળ પર સેલ્ફી સ્ટેન્ડ તથા વિકસિત બારત નમો અપ સ્ટેન્ડ મુક્વમાં આવ્યા હતા. જેનો કાર્યક્રમમાં ઉપસ્થિત જાહેરજનતાએ લાભ લીધો હતો.

આ પ્રસંગે કવાંટ ખાતે યોજાયેલા કવિઝ સ્પર્ધાના વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. શ્રીજી સખી મંડળની બહેનોને નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન સહાય આપવામાં આવી હતી.

આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા,જેતપુરપાવી અને છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડેપ્યુટી ડિડિઓ, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,નાયબ મામલતદાર, સહિત અધિકારીઓ, અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment