હિન્દ ન્યુઝ, વડોદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપ વડોદરા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત આજ્થી આગામી તા.૧૪-૦૬-૨૦૨૬ સુધી સ્વચ્છ્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને દિવસવાર પ્રવૃતિઓ યોજાનાર છે. આજરોજ અભિયાનના પ્રારંભરૂપ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ ગોરિયાદ ગામ ખાતે સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ગ્રામ પંચાયતના વિવિધ કર્મચારીઓ, તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ અધિકારીશ્રી ચિંતનબેન પટેલ, સરપંચશ્રી, અન્ય પ્રતિનિધિશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, મહિલા મંડળના સભ્યો તેમજ જાગૃત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેલી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને સ્વચ્છતા અંગેના વિવિધ સૂત્રો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન “સ્વચ્છ ગામ, સુંદર ગામ”, “ભીનો અને સૂકો કચરો અલગ કરો”, “કચરો કચરાપેટીમાં જ નાખો” જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા.
