દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં “ સ્વચ્છતા સપ્તાહ ”નો કરાયો પ્રારંભ

સ્વચ્છતા સપ્તાહ ઉજવણી – દાહોદ ૨૦૨૬

હિન્દ ન્યુઝ, દાહોદ

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ લોકકલ્યાણના કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપ દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત સમગ્ર દાહોદ જિલ્લામાં આજથી લઈને આગામી તા.૧૪-૦૬-૨૦૨૬ સુધી સ્વચ્છ્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને દિવસવાર પ્રવૃતિઓ યોજાનાર છે. સ્વચ્છતા અભિયાન સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

રેલી દ્વારા ગામોમાં સ્વચ્છતા અંગેના વિવિધ સૂત્રો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. “સ્વચ્છ ગામ, સુંદર ગામ”, “ભીનો અને સૂકો કચરો અલગ કરો”, “કચરો કચરાપેટીમાં જ નાખો” જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા.

આ દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગામના સરપંચ, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. 

જેમાં તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કરી જાહેર સ્થળો, રસ્તાઓ તથા આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા તેમજ ગામોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો. સ્વચ્છતા અભિયાન દ્વારા ગામમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે અને ગામ વધુ સ્વચ્છ તથા સ્વસ્થ બને તે માટે સૌને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સમગ્ર સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ, વૃક્ષારોપણ તથા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનંર આયોજન કરવામાં આવશે.

Related posts

Leave a Comment