હિન્દ ન્યુઝ, દાહોદ
રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જનલ્યાણ શિબિરનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ જન કલ્યાણ શિબિર તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન એમ કુલ ૩ દિવસ માટે શિબિરનું આયોજન થકી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવશે. તેમજ યોજનાઓનો લાભ જે લાભાર્થીને મળવાપાત્ર હોય તેઓની નોંધણી સદરહુ યોજનાઓમાં થાય તે માટેની પણ કામગીરી કરવામાં આવશે. જે માટે જિલ્લા કક્ષાની સમિતિ પણ બનાવવામાં આવી છે.
આ શિબિર દરમ્યાન આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદના, પી.એમ. સૂર્યઘર યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, લખપતિ દીદી, વી.બી. જી.રામ જી. જેવી યોજનામાં નોંધણી, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. મા (અરજી), ફ્રી શીપ કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના(રાજ્ય સરકારની યોજના), રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે પ્રજાજનો જાગૃત થઇ એનો લાભ મેળવતા થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ સાથે સુગમ ડિજીટલ ગુજરાત પોર્ટલ અંગેની જાગૃતતા વધે તે માટે પણ ખાસ પ્રયત્નો કરવાના રહેશે. જે માટે પ્રદર્શનીનું આયોજન તેમજ બુકલેટ, પત્રિકાઓની વહેંચણી, શિબિરના સ્થળ ઉપર યોજના સંબંધિત આનુષંગિક તમામ વ્યવસ્થા લાભાર્થીઓને મળી રહેશે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ અરજદારો માટે અલાયદી અને યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
આ જનકલ્યાણ શિબિરમાં શાળાના બાળકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંદર્ભેની તમામ યોજનાઓની સાથે સાથે તેઓને લગતી આરોગ્યને લગતી યોજનાઓ અંગેની પત્રિકાઓનું વિતરણ અને તે અંગે મળતા લાભોની જાગૃતતા વધે તેવા ખાસ પ્રયત્નો કરવામાં આવશે. જન કલ્યાણ શિબિરના અસરકારક અને સુવિધાપૂર્ણ અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ જન સેવા કેન્દ્રો માટે ઊભી કરેલી ઈ-સેવા સોસાયટી ખાતે ઉપલબ્ધ કરવામાં આવશે.
