હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના લક્ષ્ય સાથે સજ્જ
આ બેઠકમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલન સાથે રાજ્યના મહત્વના વિભાગો જેવા કે હવામાન, કેન્દ્રીય સુરક્ષા દળો, શહેરી વિકાસ, આરોગ્ય, માર્ગ અને મકાન, પુરવઠા વગેરે દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયા
મુખ્ય સચિવએ ચોમાસાના આગમન પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના આપી
રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે સંદર્ભે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ-રસ્તા અને ગટરના કામો ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો; રાજ્યમાં બચાવ કામગીરી માટે NDRFની 14 અને SDRFની 22 ટીમ તૈયાર
