હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું ‘જનસંપર્ક કેન્દ્ર’ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ માટે સિંગલ-વિન્ડો જેવી પારદર્શક વ્યવસ્થા સાથે ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’નું નવું સરનામું બન્યું.
જનસંપર્ક કાર્યાલય એ માત્ર નાગરિકોની અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી. તે ગુજરાત પોલીસની ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’ની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ છે. કચેરીના પગથિયાં ચઢતો દરેક સામાન્ય અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે તે અમારી પ્રાથમિકતા છે. જન સંપર્ક કાર્યલય ખાતે આવતી અરજીઓને પ્રાધાન્ય આપી ત્વરિત ઉકેલ લાવવા માટે જિલ્લાકક્ષાએ પણ સૂચના આપવામાં આવી છે : રાજ્ય પોલીસ વડા
