જોડિયા,
આજ રોજ ઋષિપચમી ના પાવન પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં હાલમાં વિશ્વ ભરમાં અને ગુજરાત રાજ્ય માં તથા સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસ ની મહામારીનો ભયંકર ભરડો ચાલી રહ્યો છે.ત્યારે તેમનામાંથી જીત મેળવવા માટે શુભ હેતુથી હનુમાનજી મંદિર ખાતે મહંત દ્વારા શાંતી હવન કરવામાં આવ્યો હતો. અને આ શાંતિ હવનમાં તેમના જામનગર શહેર રહેતા અનુયાયીઓ સાથે મળી ને હોમ હવન કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા