થરાદ,
મહાજનપુરા ગ્રામપંચાયતના કબ્જા હેઠળની જમીન પર થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે ઊંચી દિવાલ કરી માલિકીની જમીન દર્શાવતું બોર્ડ ચીપકાવી કબ્જો જમાવી લેતા થરાદ તાલુકાના મહાજનપુરા ગામના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે મહાજનપુરા ગ્રામપંચાયતની માલિકીની ખુલ્લી જમીન નંબર 79 મિલ્કતની આકારણી નંબર 82થી નોંધાયેલ ચોક જે ખુલ્લી જમીન છે. જે જમીન સાર્વજનિક કોમન પ્લોટ તરીકે નોંધાયેલ હોઈ જેનું માપ આશરે પંદર હજાર ચોરસ ફૂટ ધરાવતી જમીન દલીત સમાજના ઘરો અને થરાદની પાંજરાપોળ ટ્રસ્ટની સામે આવેલ છે.
જમીનની આકારણી નંબર 82 વાળી જમીન જે મહાજનપુરાની ગ્રામપંચાયત હેઠળ હોવા છતાં પણ થરાદ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા તુરંત સાત ફૂટની ઊંચાઈ ધરાવતી દિવાલ બનાવી ગેરકાયદેસર કરવાની સાથે શ્રી થરાદ પાંજરાપોળ ટ્રસ્ટે પોતાની માલિકીની જમીન હોવાનું પુરવાર કરતું બોર્ડ લગાવી દેતા મહાજનપુરા ગામના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, ત્યારે ગતરોજ મહાજનપુરા ગામના ગ્રામજનો દ્વારા થરાદ પ્રાન્ત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી થરાદની પાંજરાપોળ ટ્રસ્ટે કરેલ કબ્જો ખાલી કરાવી શ્રી પાંજરાપોળ ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવા રોષે ભરાયેલા ગ્રામજનોએ માંગ કરી હતી.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ