ગોધરામાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર ગોધરાના ત્રણેય યુવાનો

ગોધરા,

પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેર હર હંમેશ ચર્ચાઓના મુખ્ય કેન્દ્રમાં ચર્ચાઈ રહયું છીએ ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ત્રણેય મુસ્લિમ યુવાનોએ કોરોના મહામારી જેવા સંકટ અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ નિષ્ઠાપૂર્વક, નીડરતા અને પ્રામાણિકતા ની સાથે નિ:શુલ્ક સેવાભાવની દ્રષ્ટિએ, કોરોના જીવલેણ બીમારી થી પીડાય રહેલા સાહસિક સંઘર્ષ થી હારી ગયેલા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને પોતાના ધર્મના આધારે નિર્ધારિત કરેલ રીતિ રિવાજ મુજબ દફનવિધિ,અગ્નિદાહ કરી ” લોક સેવા એજ પ્રભુ સેવા ” ની જેમ હંમેશા કોરોના થી પીડાય રહેલા લોકોની સેવાને મુખ્યત્વે પ્રાધાન્ય આપતા ગોધરા મુસ્લિમ સમાજના કોરોના વોરિયર્સ એવા હનીફ હાજી કલંદર,યુનુસ ભાઈ સમોલ, ફિરદોસભાઈ મીઠાભાઇ, કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના અંતિમ સંસ્કાર કરતા નજરે પડ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને માન , સન્માન સાથે અંતિમ ક્રિયા કરી રહેલા કોરોના વોરિયર્સ હનીફ હાજી કલંદર, યુનુસભાઈ સમોલ, ફિરદોસ ભાઈ મીઠાભાઇ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા કોરોના ગ્રસ્ત મૃતદેહ ની ધાર્મિક, સામાજિક રીતિ રીવાજો મુજબ અંતિમ વિધી કરવામાં આવી છે. ગોધરાના આ ત્રણેય યુવાનોની અદભૂત પ્રશંસનીય કામગીરી સોશીયલ મીડીયા માં પણ ચર્ચાઓમાં મુખ્યત્વે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગરીબ લાચાર અને કુદરતી સંકટ માં સપડાયેલા મનુષ્યને સંકટ ના વિકટ સમય માંથી બહાર લાવવાની આતુરતા પૂર્વક મહેનત કરી રહેલા ગોધરા નગરપાલિકા હસ્તકના માજી કાઉન્સિલ હાજી હનીફ કલંદર (ભોણા)ની અનેક અદભૂત પ્રેરણારૂપ કામગીરી જોવા મળી છે.કોરોના મહામારી ના કારણે દેશભર લાગુ થયેલ લોકડાઉન માં પણ હનીફ હાજી કલંદર અને તેમના સાથી મિત્રોએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંતરીયા વિસ્તારના ગામોમાં ગરીબ, લાચાર, બેબસ અને નિરાધાર તેમજ રોજગાર થી વંચિત રહેલ અ સક્ષમ પરિવારોને રાશન કીટ આપી લોકોને મદદરૂપ થતા જોવા મળ્યા હતા. કોરોના સંકટમાં જયારે કોઈ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો થતા જોવાઈ રહયા હતા ત્યારે કેટલાક લોકો કોરોના મહામારીના ડર થી કોરોના ગ્રસ્ત વિસ્તારોના આસપાસ થી પસાર ન થવાના લોકો આગ્ર રાખતા હતા.

પરંતુ આ ત્રણેય કોરોના વોરીયર્સ દ્વારા પોતાના અમુલ્ય જીવની પણ પરવા કર્યા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની સન્માનિત અંતિમ વિધિ કરીને પરીવારની ખોટ પૂરે છે

રિપોર્ટર : વસીમ જમસા, ગોધરા

Related posts

Leave a Comment