હિન્દ ન્યુઝ, સુરત
સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૮૫મા અંગદાન અંતર્ગત ઓડિશાના ૩૯ વર્ષીય પંચુભાઈ કબિરાજ પ્રધાનના લીવર અને બે કિડનીનું દાન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે.
