ખેડબ્રહ્મા,
‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’, ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’
ખેડબ્રહ્મા કચ્છ કડવા પાટીદાર સમાજ ના સૌ જ્ઞાતિ જનો દ્વારા આ વર્ષે કોરોનાની વૈશ્વીક મહામારી ને ચલતે કૃષ્ણ જન્મોત્સવ નો ઉત્સવ દર વષૅ સમુહમાં ઉજવી રહ્યા હતા. તે આ વર્ષે મોફુક રાખવામાં આવ્યો છે. તેથી આપણે સૌ હરિભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને માં યશોદા ના ઓનલાઈન દર્શન કરી પાવન થાય તેવું સુંદર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ વૈશ્વીક મહામારી માંથી જલ્દીથી ઉગારે. તેવી શ્રી ક.ક.પા. યુવક મંડલ, ખેડબ્રહ્મા દ્વારા પ્રાર્થના કરવામાં આવી.
રિપોર્ટર :ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા