રાજકોટ,
તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરી ની ૧૪ બેઠકની ચુંટણીમાં કિસાન સંઘે ઝંપલાવ્યું છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ ૮ ઉમેદવારોએ ફોર્મ ભરતાં કુલ.૨૪ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. આથી ડેરીની ચુંટણીમાં રસાકસી થવાના અણસાર મળી રહ્યાં છે. ગઈકાલે ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા સહિતના ઉમેદવારોની પેનલ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જાહેર કર્યા બાદ બપોરે ફોર્મ ભર્યા હતા. ગઈકાલે કુલ.૧૮ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. દરમિયાન આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કિસાન સંઘે ચુંટણીમાં ઝંપલાવ્યું છે. ડેરીની ૧૩ બેઠકમાં પ બેઠક બીનહરીફ થનાર છે. ૮ બેઠકમાં ચૂંટણી થવાની શકયતા છે. મંડળ-૧,૬,૧૧,૧૨,૧૩ માં એક એક ફોર્મ ભરાયું છે. શુક્રવારથી તા.૧૮ સુધી ફોર્મ પરત ખેચવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ