રાજકોટ,
તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સ્વામિનારાયણ ચોકમાં ગત તા.૧૧ ના યુવકના ઘરે જઈ મિત્રનું લોકેશન માંગી તહેવાર છે તો ૩૦ હજાર તો આપવા જ પડશે. તેમ કહી ઝઘડો કરી કલાક પછી ફરીથી સ્કોર્પિયો કાર લઈને આવી ચિક્કાર દારૂના નશામાં કારમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી નાશી જતા ૨ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે. રાજકોટ શહેરના મવડીના સ્વામિનારાયણ ચોકમાં રહેતા વિશાલભાઈ ભીખુભાઇ જોષી નામના યુવાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે પોતે ઘરે હતો. ત્યારે ત્રણેક વાગ્યે દિગુભા માંજેરિયા અને મિલન બાવાજી ઘરે આવ્યા હતા. અને તારા મિત્ર વીસુંડાભીનું લોકેશન આપ તેમ કહેતા મને ખબર ન હોય તે ક્યાં હશે તેવી વાત કરતા અમારે તેની પાસેથી પૈસા લેવાના છે. એ ન આપે તો તારે ૩૦ હજાર આપવા પડશે. જેથી હું શુકામ પૈસા આપું તેમ કહેતા તહેવાર છે તો તારે પૈસા તો આપવા પડે ને તેમ કહેતા મારે અગાઉ કપડાંની દુકાન હોય ત્યાંથી ૮ મહિના પહેલા ૭ થી ૮ હજારના કપડાં લઇ ગયા હતા. તે પૈસા પણ હજુ બાકી છે. તેમ કહેતા તું હવે જોઈ લેજે દિગુ કાઠી શું કરે છે. તેમ કહી બંને જતા રહ્યા હતા ચારેક વાગ્યે ફરીથી સ્કોર્પિયો લઈને આવ્યા હતા. અને ગાળો બોલી બહાર મારી પાર્ક કરેલી ક્રુઝ કારમાં પથ્થરો ઝીકી તોડફોડ કરી તમામ કાચ ફોડી નાખ્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ