બાગાયતી ખેતી કરતા ખેડુતોએ બાગાયતની ત્રણ યોજનાઓનો લાભ લેવાની તક

હિન્દ ન્યુઝ, સુરત

     બાગાયતી પાકોની ખેતી કરતા ખેડુતોએ બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ) જેવી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.૧૫/૬/૨૦૨૫ સુધીમાં વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in પર પોતાની અરજી કરી શકશે. આ માટે ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ અને બેંક વિગતો જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઈ-ગ્રામ સેન્ટર અથવા બાગાયત કચેરી, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત ખાતે અરજી કરી પ્રિન્ટ સાચવી રાખવી. વધુ વિગતો માટે ૦૨૬૧-૨૬૫૫૯૪૮ સંપર્ક સાધવા સુરત નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment