હિન્દ ન્યુઝ, વડોદરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી; વડોદરા શહેરને પૂરની આપત્તિથી બચાવવા તથા ‘કેઇચ ધી રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આયોજન તેમજ થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી…
મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચી વિશ્વામિત્રી નદીની વહનક્ષમતા વધારવા માટે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં વડોદરા શહેરમાં આવેલી પૂરની ત્રાસદી બાદ મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ વિશ્વામિત્રી રિવાઇવઇ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને આ માટે વિશેષ કમિટિની રચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની દ્રઢ ઇચ્છાશક્તિના ફળસ્વરૂપ વડોદરા શહેરના નાગરિકોને ભવિષ્યમાં પૂરની આપત્તિથી બચાવવા માટેનું મહાઅભિયાન વડોદરા મહાનગરપાલિકા તથા સિંચાઇ વિભાગ દ્વારા આરંભવામાં આવ્યું છે.
