હિન્દ ન્યુઝ, દીવ
દીવ માં ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુચરવાડા માં જલ શક્તિ અભિયાન પખવાડા અને વિશ્વ પુસ્તક દિવસના અંતર્ગત ભવ્ય ‘કાવ્ય પઠન સમારોહ’ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થિઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ સમારોહ ના મુખ્ય અતિથિ અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મનીષાબેન સંજયભાઈ વાજા, દીવ જીલ્લા પંચાયતના સદસ્ય નાનજીભાઈ બામણિયા, શાળા ના આચાર્ય આરીફ લાખાવાલા, સ્થાનિક કવિઓ શ્યામભાઈ સાખટ, હર્ષભાઈ પંડયા અને માન સિંગ બામણીયા એ દીપ પ્રજવલ્લિત કરી કાવ્ય પઠન સમારોહ નો વિધિવત્ પ્રારંભ કરાવ્યો, એ પછી ઉપસ્થિત તમામ આમાંત્રિત અતિથિઓનુ પુષ્પગુચ્છ આપી અને કવિઓને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય આરીફ લાખાવાલા એ સ્વાગત ભાષણ આપતા જણાવ્યું કે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર જળ શક્તિ અભિયાન અંતર્ગત જળ સંચય પખવાડા ની વિભિન્ન પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે એના ભાગ રૂપે તેમજ વિશ્વ પુસ્તક દિવસના અતર્ગત શાળામાં ‘કાવ્ય પઠન’ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે આ વિભિન્ન પ્રવૃતિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમા જળ સંચય માટેની જાગૃતતા ફેલાય છે. આ સાથે આરીફ લાખાવાલા એ વર્તમાન જળ સંકટની સ્થિતિ અને તેને રોકવા માટે આવશ્યક પગલાઓ માટે ની અપીલ કરી. વિદ્યાર્થીઓ, શાળા ની રાષ્ટ્ર પતિ શિક્ષક પુરસ્કારથી સમ્માનિત સુ. પ્રતિભાબહેન જી. સ્માર્ટે, વિશેષ અતિથિ શ્રીમતી તબસુમ લાખાવાલા તેમજ ગુજરાતી વિષય ની શિક્ષિકા શ્રીમતી પિયુબેન ધોકિયા એ કાવ્ય પઠન કર્યું અને આમાંત્રિત સ્થાનીય કવિઓએ પણ લઘુ કાવ્યો અને ગઝલો રજૂ કરી વિદ્યાર્થીઓ ને આનંદ કરાવ્યો.

વિદ્યાર્થીઓ માટે આયોજિત કાવ્ય પઠન સ્પર્ધામાં પ્રથમ સ્થાને કુ. દેવ્યાની પરમાર, દ્વિતીય સ્થાને કુ. દેવાગી લાખોત્રા અને તૃતીય સ્થાને સંજય સોલંકી રહ્યા અને આ તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર વિશેષ અતિથિ શ્રીમતી તબસુમ લાખાવાલા તરફથી આપવામાં આવ્યા હતા તેમજ વિશ્વ પુસ્તક દિવસ પર આમંત્રિત અતિથિ માનસિંગ બામણીયા શાળા ને 51 પુસ્તકો ભેટ આપ્યા હતા.
સમારોહ ના અતે સુ. પ્રતિભાબહેન જી. સ્માર્ટે જળ સંચયના શપથ લેવડાવ્યા અને આભારવિધિ વિનય સોલંકી એ કરી હતી.
શાળાના વરિષ્ઠ હિન્દી શિક્ષક મનીષભાઈ સ્માર્ટે સમગ્ર કાવ્ય પઠન સમારોહ નું મંચ સંચાલન પોતાની આગવી શૈલી માં કરી સભાખંડ ને આરંભ થી અત સુધી જકડી રાખ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ને સફળતાપૂર્વક આયોજન કરવામાં શાળા ના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનુ બહુમુલ્ય યોગદાન રહ્યું હતું.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
