હિન્દ ન્યુઝ, રાજકોટ
પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા તારીખ ૨૯ માર્ચ શનિવારના રોજ રાત્રિના ૮ કલાકે “૩૪ મુ એન્યુઅલ ફંકશન” હેમુ ગઢવી હોલમાં “નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે સ્કેટિંગ, ડાન્સિંગ, જીમનાસ્ટિક, યોગા અને ડ્રોઈંગમાં વિજેતા થનાર બાળકો તથા બેસ્ટ ગ્રાન્ડ પેરેન્ટસ, બેસ્ટ પપ્પા-મમ્મી તથા બેસ્ટ ટીચર નું રાજકોટના મહાનુભાવોની હાજરીમાં ભવ્ય સન્માન
પુજા હોબી સેન્ટર અને પોદાર પ્રેપ અક્ષર માર્ગ દ્વારા સતત ૩૪ માં વર્ષે હેમુ ગઢવી હોલમાં બાળકોનું એન્યુઅલ ફંકશનનું ભવ્ય આયોજન તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫ શનિવારના રોજ રાત્રિના ૮:૦૦ કલાકે યોજેલ છે જેમાં ૩૫૦ થી પણ વધારે બાળકો એક એક થી ચડિયાતી કૃતિઓ રજૂ કરવાના છે. જેમાં આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન રાજકોટના મહાનુભાવોની હાજરી રહેવાની છે.
આ પ્રોગ્રામને વિશેષતા એ છે કે બાળકો માટે બાળકો દ્વારા અને બાળકોના જ પસંદ થયેલા એક એકચી ચડિયાતી ૨૦ કૃતિઓ રજૂ થવાની છે. અઢી વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળકો સુંદર મજાની કૃતિઓ રંગબેરંગી પોષાક સાથે રજૂ કરશે. સ્કેટિંગ, ડાન્સિંગ, યોગા અને જીમ્નાસ્ટિકમાં નેશનલ તથા ઇન્ટરનેશનલે વિજેતા થનાર બાળકો પોતાની કૃતિઓ રજૂ કરશે. આ તબક્કે આ બાળકોને ગોલ્ડ મેડલ પહેરાવી સન્માન કરવામાં આવશે. રાજકોટના મહાનુભવો તથા વાલીઓ અને રાજકોટની જનતા માટે આ કાર્યક્રમ વિનામૂલ્યે યોજવામાં આવેલ છે. દાદા-દાદી, નાના-નાની તથા ફેમિલીમાં તમામને બધી જ કૃતિઓ ગમે તેવી એક એક થી ચડિયાતી આઈટમો બાળકો કરવાના છે. મોડેલિંગ તથા ફેન્સી ડ્રેસમાં બાળકો (૧) દીકરી બચાવો (૨) પર્યાવરણ બચાવો (૩) આર્મી (૪) પોલીસ જેવી અનેક કૃતિઓ સ્ટેજ ઉપર રજૂ કરવાના છે. આ બાળકોમાંથી ૨૦૦ થી પણ વધારે નાના નાના બાળકો કે જેવો ચાર વર્ષથી નાના છે તેઓ સૌપ્રથમવાર સ્ટેજ ઉપર જવાના છે. આ તમામ બાળકોનો ઉત્સાહ વધારવા માટે સમગ્ર ગુજરાતમાંથી આમંત્રિતો આવવાના છે. નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલે સ્કેટિંગ ડાન્સિંગ, જીમ્નાસ્ટિક, ડ્રોઈગમાં વિજેતા બાળકોનું સન્માન આમંત્રણની હાજરીમાં કરવામાં આવશે. રાહી નાગવેકર, આસ્થા અમીપરા, ફલક પારેખ, પ્રેમ ગાંધી, ચાર્મી ઉદેશી, શિખા પાબારી તથા મહમદઝેદ આ તમામ બાળકોએ ગોવા જઈને રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ તબક્કે આખા વર્ષ દરમ્યાન બેસ્ટ પરફોમન્સ, ડાન્સીંગ, સ્કેટીંગ, જીમ્નાસ્ટીક, યોગા, હુલ્લાહુપ, ડ્રોઇંગ જેવી અનેક પ્રવૃત્તિમાં વિજેતા ધનાર બાળકો ચાર્મી ઉદેશી, વેદા પાનસુરીયા, વીહા પાનસુરીયા, આહના ગેહાણી, મીસ્ટી ગેહાણી મહમદઝૈદ લખાખાન, વશ પુરોહીત, રાહી નાગવેકર, ફલક પારેખ, શીખા પાબારી, પ્રેમ ગાંધી, સીમરન તંતી, આસ્થા અમીપરા, વાણી પ્રીથીયાની તથા વર્ષ દરમ્યાન બેસ્ટ દાદા:-રામજીભાઈ વધાસીયા, મકંદભાઈ દસારા, બેસ્ટ દાદી:- રાજેશ્રીબેન, ભારતીબેન સગપરીયા, બેસ્ટ પપ્પા:- ચિંતન ટાંક, આશિષ કાચા, બેસ્ટ મમ્મી:- હેમાલી પારેખ, મિતલ પટેલ, નેહલ ગાંધી, બેસ્ટ ટીચર્સ:- ધારા સારણીયા, કાજલ બુધ્ધદેવ, નમતા સાતા, અલ્પા પુજારા નું પણ આ તબકકે ગોલ્ડ મેડલ પહેરાવી સન્માન કરવામાં આવશે.
આ તબક્કે રાજકોટના નયનાબેન પેઢડીયા – મેયર રાજકોટ શહેર, વજુભાઈ વાળા (પૂર્વ રાજયપાલ કર્ણાટક), ડો. દિર્શિતાબેન શાહ ધારાસભ્ય, જવાહરભાઈ ચાવડા, શ્રીમતી મીતાબેન ચાવડા, રામભાઈ મોકરીયા – મેમ્બર ઓફ રાજયસભા અધ્યક્ષ, મૌલેશભાઈ પટેલ બાન લેબ્સ, જયેશભાઈ ઉપાધ્યાય – બોલબાલા ચેરી. ટ્રસ્ટ, ડો. વિજયભાઈ દેસાણી – ભૂ.પૂ. સૌરાષ્ટ્ર યુર્ની. વાઈસ ચાન્સેલર, મુકેશભાઈ દોશી – (પૂર્વ ભાજપ શહેર પ્રમુખ), અનુપમભાઈ દોશી -વિવેકાનંદ યુથ કલબ, ડો. હેમાંગ વસાવડા, ડો. રામોતીયા સાહેબ-પરલી કોસ્મેટીક લેસર સેન્ટર, દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા પ્રાગટ્ય ગૃપ, વિજયભાઈ કારીયા, કિરણભાઈ બાટવીયા, ડો. નિરજ ભાવસાર મા શારદા હોસ્પીટલ, ઉમેશભાઈ શેઠ – યુ ટર્ન ઓપ્ટીકલ મોલ, ગુણવંતભાઈ ડેલાવાળા- (સરગમ કલબ), દિપકભાઈ રાજાણી – કલ્યાણ જવેલર્સ, પ્રતિકભાઈ અઢીયા – ડી.એસ.એન. એગ્રી બ્રોકર્સ, મનોજભાઈ – કુમ કુમ ગૃપ, માધવભાઈ જસાપરા, મનસુખભાઈ જોષી – બાલભવન, કિરીટભાઈ વ્યાસ બાલભવન, હર્ષદભાઈ રૂપારેલીયા, પરેશભાઈ વાઘાણી, નિતીનભાઈ નથવાણી (સીટી ન્યુઝ), સુરેશભાઈ પરમાર, કાળુ મામા, વિપુલભાઈ રાઠોડ, જીમ્મીભાઈ અડવાણી, મિલનભાઈ કોઠારી, ગીરીશભાઈ ભરડવા સાહેબ (જર્નાલીસ્ટ), સુરેશભાઈ ત્રિવેદી, ડો. માધવ દવે – શહેર ભાજપ પ્રમુખ, કિશોરભાઈ હાપલીયા, હિરેનભાઈ હાપલીયા લાયસન્સ કલબ પ્રેસીડેન્ટ, તેજસભાઈ ભટ્ટી, બ્રહ્માકુમારીના ભારતીદીદી, અંજુદીદી, રેખાદીદી, કિંજલદીદી, રમાબેન હેરમા, રત્નાબેન સેજપાલ, પૂ. રશ્મિબેન અઢીયા, ઈલા ચૌહાણ – એડીશનલ કલેકટર રીજીનલ કમિશ્નર ઓફ મ્યુનિ. રાજકોટ, જસુમતીબેન વસાણી, ડો. સીમાબેન પટેલ (કાલાવડ), રેશ્માબેન સોલંકી – લાયન્સ કલબ, પારૂલબેન સોની, પૃથ્વી સોની (જેવીસી ગ્રુપ ગાંધીધામ), અલ્કાબેન કામદાર – વિજયાબેન વાછાણી જેવા અનેક નામાંકિત મહેમાનો આ તકે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.
ઉપરોકત ફોટામાં ગ્રાન્ડ પેરેન્ટસ, માતા-પિતા, ટીચર્સ તથા બાળકો નજરે પડે છે. આ તબક્કે ઉમેશભાઈ શેઠ તરફથી બધાને આઈમેટીક શો રૂમના સ્પોન્સરથી ચશ્મા(ગોગલ્સ) ઈનામરૂપે આપવામાં આવશે.
ઉપરોકત આયોજનનો સંપૂર્ણ સહયોગ બાનલેબ્સના મૌલેશભાઈ ઉકાણી તરફથી મળેલ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે ડીએસએન એગ્રી બ્રોકર્સના ચિરાગભાઈ અઢીયા, પ્રતિકભાઈ અઢીયા, પ્રાગટય ગ્રુપ ઓફ કંપનીઝના દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા, આયમેટીકના ઉમેશભાઈ શેઠ તથા માધવ શેઠ, કલ્યાણ જવેલર્સના દિપકભાઈ રાજાણી તથા હાઉઝેટ સ્પોટર્સ કોર્નર ના સંદિપભાઈ ગાંધીનો સહયોગ મળેલ છે.
“છેલ્લા ૧૫ મહિનાથી બાળકો તથા પુજા હોબી સેન્ટર તથા પોદાર પ્રેપ અક્ષરમાર્ગના તમામ સ્ટાફ મેમ્બર્સ તથા ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકા પુષ્પાબેન રાઠોડ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.”