ભાવનગર યુનિવર્સિટી કૅમ્પસ ખાતે તા. ૨૧ માર્ચના રોજ રોજગાર ભરતીમેળા નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૧-૦૩-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે .

આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં કવોલિટી કંટ્રોલ, એક્ઝિક્યુટિવ આસી., પ્રોડક્શન સુપરવાઈઝર, ફેકટરી સુપરવાઈઝર, સેલ્સ પર્સન, માર્કેટીગ પર્સન. સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે. જેમાં ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, એમ.એસ.સી, એમ.બી.એ, એમ.સી.એ, એમ.કોમ, એમ.એ, પી.જી.ડી.સી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને બી.ઈ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓએ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ યુનિવર્સિટી રોજગાર કેન્દ્રના અધિકારી દ્વારા જણાવેલ છે.

Related posts

Leave a Comment