હિન્દ ન્યુઝ, હારિજ
તાજેતરમાં કર્ણાવતી જિલ્લાના ધંધુકા ગામે એક યુવાનની વિધર્મી દ્વારા હત્યા કરવામાં આવી છે. જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડી રહયા હતા અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામેં વિધર્મી દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. બંને ઘટનાને વખોડી હારિજ શ્રી હિન્દ સ્વરાજ સેનાના યુવાનો અને ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગુનેગારોને કડકમાં કડક ફાંસીની સજા આપવા રજૂઆત કરેલ છે. કર્ણાવતી જિલ્લાના ધંધુકા ખાતે વિધર્મી દ્વારા કિશનભાઇ ભરવાડ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે અને રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી દ્વારા યુવતી પર જીવલેણ હુમલો કરી યુવતીને ગંભીર ઇજાઓ પહોંચાડતા રાધનપુર તેમજ તાલુકામાં તેના મોટા પ્રત્યાઘાતો પડયા છે. બંને બનાવો ને પગલે લઈ હારીજ ખાતે શ્રી હિન્દ સ્વરાજ સેનાના યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ મામલતદારને આવેદનપત્ર આપી ગુનેગારોને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.


રિપોર્ટર : જીગર દરજી, હારીજ


