ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાના જથ્થાનો નિકાલ કરાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી ના ભાવનગર જીલ્લાના ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાનો જથ્થો જે માનવ વપરાશમાં ખાવાલાયક ન હોય, ફક્ત લાયસન્સ બોનાફાઈડ સર્ટીફીકેટ ધરાવતી/ ઈચ્છુક પાર્ટીઓએ પોતાના લેટરપેડ પર સીલબંધ કવરમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ (ગુજરાત સરકારનુ સાહસ) સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગર, ૩૬૪૦૦૪ ખાતે પ્રતિ કી.ગ્રા.ના રૂ. ૦૫/- બેઇઝ ભાવ મુજબ આપી તેમજ જથ્થો અન્ય વપરાશ (માનવ વપરાશ સિવાય) માટે ઉપયોગમાં લેવામા આવશે તે બાબતનુ સોંગદનામા સાથે લાયસન્સ / બોનાફાઈડ સર્ટીફીકેટ નકલ સાથે જાહેર નિવિદા પ્રસિદ્ધ થયાથી દિન – ૦૭ મા મળી રહે તે રીતે રૂબરૂ / પોસ્ટ / કુરીયર દ્રારા મોકલવાના રહેશે. તેમજ સદર જથ્થો સ્વ-ખર્ચે ઉપાડ કરવાનો રહેશે. જથ્થા અંગેની માહીતી ગોડાઉનનુ નામ ભાવનગર-સીટી, જથ્થો (કી.ગ્રા.મા) ૯૪૦ કિ..ગ્રા મોબાઇલ નંબર ૬૩૫૯૯૪૫૯૮૩, ચિત્રા ગોડાઉન ખાતે ૫૨૦ કિ.ગ્રા, મો. ૬૩૫૯૯૪૫૯૭૯ , ગારીયાધાર ગોડાઉન ખાતે ૭૩૪૦ કિ..ગ્રા, મો. ૬૩૫૯૯૪૫૯૮૭ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા મેનેજર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment