આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન

હિન્દ ન્યુઝ, વલસાડ

     પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે અર્થે ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવા આવ્યું છે.

    રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.

     વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જન આંદોલન બને તે અર્થે આજે તા. ૨૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનમાં જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ લેવા આત્મા પ્રોજેક્ટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment