વિશ્વ દિવ્યાંગ દિવસ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આગવી પહેલ

હિન્દ ન્યુઝ, સુરત

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (વી.એન.એસ.જી.યુ.) દ્વારા તા.૩જી ડિસેમ્બરના રોજ પહેલીવાર વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

           વિશ્વ દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી માટે દિવ્યાંગ એડવોકેટ (ડો.) હેતલબેન રામાણીએ યુનિ.કુલપતિ કે.એન.ચાવડાને રજુઆત કરી હતી. જેમાં દિવ્યાંગ પ્રગતિ મંડળના પ્રતિનિધિ દિનેશ અનઘણ, કાળુભાઈ પરમાર અને યુનિવર્સિટી યુથ સાથે સંકળાયેલા પ્રકાશચંદ્રજી હાજર રહ્યા હતા. કુલપતિએ દરખાસ્તને મંજૂર કરી, આયોજન માટે યુનિવર્સિટી તરફથી તમામ જરૂરી સહાય આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગજનો માટે નોંધણી ફરજિયાત https://forms.gle/WzVzoVzKJMPhzQVw8 ગૂગલ ફોર્મ દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ફોર્મમાં જરૂરી વિગતો પૂરવા અને આધાર દસ્તાવેજો અપલોડ કરવાથી પ્રવેશ મળશે.

          આ આયોજનનું મુખ્ય હેતુ દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવાનું છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શિત કરી શકશે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન અને ચર્ચા સત્રો દ્વારા દિવ્યાંગજનોને સમાનતાના નવું દ્રષ્ટિકોણ મળી રહેશે. રાજયમાં આ આયોજન કદાચ પ્રથમવાર થઈ રહ્યું છે. આ ઉત્સવ માત્ર ઉજવણી સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ દિવ્યાંગજનોને જીવનના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરશે.

Related posts

Leave a Comment