હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
દરેક બાળક શિક્ષિત થઈ શકે તેવા હેતુસર સરકાર દ્વારા રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ૬થી ૧૯ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કેટલાક કિસ્સાઓમાં બાળકો દ્વારા ભણતર અધુરૂં છોડી દેવામાં આવે છે.
આવા બાળકો માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેથી તેઓ ફરીથી પર્યાપ્ત શિક્ષણ મેળવી શકે.
ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૦/૨૦૨૪ થી તા.૩૦/૧૧/૨૦૨૪ સુધી શાળા બહારના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લાનાં તમામ તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના કે ડ્રોપ આઉટ દિવ્યાંગ સહિતનાં ૬ થી ૧૯ વયજૂથ સુધીનાં બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી કો.ઓર્ડિનેટર, નજીકના બી.આર.સી ભવન તથા સમગ્ર શિક્ષા ગીર સોમનાથ કચેરીનાં ટોલ ફી નંબર ૧૮૦૦૨૩૩૨૫૮૫ જાણ કરવા જણાવાયું છે.
આ ઉપરાંત વિશેષ માર્ગદર્શન માટે નજીકની પ્રાથમિક શાળાનો સંપર્ક કરવો તથા આપના તાલુકાના બી.આર.સી ભવનનો સંપર્ક કરવો એમ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવાયું છે.