વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રોશનીના અવનવા શણગારથી દીપી ઉઠ્યું ભૂચરમોરી શહીદ વન

હિન્દ ન્યુઝ, જામનગર

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.

   જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આઈકોનીક સ્થળ તરીકે પસંદ કરાયેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ શહીદ વનને સામાજીક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા મનમોહક સુશોભન તથા લાઈટીંગ કરી અનેરો શણગાર કરવામાં આવ્યો છે.

   વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શહીદ વન ખાતે આવેલ પ્રવેશદ્વાર, નમો વડ વન, ગાર્ડન સહિત સમગ્ર પરિસરને નયનરમ્ય લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. શહીદ વનની ધ્રોલ તથા આજુબાજુના ગ્રામજનો મુલાકાત લઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

Leave a Comment