આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ ની ઉજવણીના ભાગરૂપે

હિન્દ ન્યુઝ, રાજકોટ

વિકાસ સપ્તાહ ૨૦૨૪ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૨૦૨૪ની થીમ

આયુર્વેદ ઇનોવેશન ફોર ગ્લોબલ હેલ્થ ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના પ્રજાજનોને આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મળી રહે તેમ જ આયુષની આરોગ્ય પદ્ધતિઓ વિશે લોકો માર્ગદર્શન મેળવી સુખાકારી પ્રાપ્ત કરે તે હેતુ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે આયુષ મેળો યોજાયો હતો. 

આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથીક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં પંચકર્મ પદ્ધતિ મર્મચિકિત્સા અગ્નિકર્મ, વિધ્ધકર્મ જેવી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓથી દર્દીઓની સારવાર કરી લોકોને ચિકિત્સા પદ્ધતિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ડોક્ટરો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરી દર્દીઓને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને કેમ્પ ખાતે સુવર્ણપ્રાશન ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તેમજ રોગપ્રતિકારક હર્બલ ટી અને ઉકાળાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. રાજ્ય સરકારના માહિતી ખાતા હેઠળની રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા આયુષ મેળામાં વિકાસ સપ્તાહ હેઠળ સાહિત્ય વિતરણ કરી સરકારની ઉપલબ્ધિઓ અને વિશિષ્ટ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment