સૂત્રાપાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   સૂત્રાપાડા ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સાંસદ  રાજેશભાઈ ચૂડાસમાના હસ્તે ડાયાલિસિસ વિભાગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે જ હવે ડાયાલિસિસ વિભાગ શરૂ થતાં ડાયાલિસિસના દર્દીઓને વેરાવળ-જૂનાગઢના ધક્કા નહીં ખાવા પડે અને સૂત્રાપાડામાં જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ડાયાલિસિસમાં કિડની કામ કરતી બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી, ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે.

સૂત્રાપાડા તાલુકામાં ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે વેરાવળ, જૂનાગઢના ધક્કા ખાવા પડતા હતા. તેમજ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હતો. પરંતુ હવે સૂત્રાપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવતા હવે દર્દીઓને ઘરઆંગણે જ ડાયાલિસિસની સારવાર મળી રહેશે.

આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા, દિલીપભાઈ બારડ, માનસિંહભાઈ પરમાર સહિતના આગેવાનો તથા આરોગ્ય વિભાગના ડૉક્ટરો, અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment