હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્ય સરકાર દ્વારા સરકારી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા વધે તથા જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહીવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૧/૧૦/૨૦૨૪ મંગળવારના રોજ સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ સુધી મહાનગરપાલિકાના વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર 63માં શ્રી તળપદા કોળી જ્ઞાતિની વાડી પાછળ, સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર ખાતે યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વોટર વર્કસ કમિટિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય, સ્થાનિક નગરસેવકો, મહાનગરપાલિકાના સભ્યઓ, પદાધિકારીઓ, અને સિટી મામલતદાર, આસિસ્ટન્ટ કમિશનર, ઈ.ડી.પી. મેનેજર તથા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુમાસ્તાધારા હેઠળના લાયસન્સ આવકનો દાખલો, સોગંદનામુ. રેશનકાર્ડ, આધારકાર્ડ, પી.એમ.જે.એ.વાય માં કાર્ડ, નિરાધાર વૃદ્ધ સહાય, કરવેરા વિભાગના માઇનોર સુધારા, આરોગ્ય લક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં ૧૨૧૩ લાભાર્થીઓએ પહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. કુલ આવેલ ૧૨૧૩ અરજીઓ નિકાલ થયેલ અરજીઓ ૧૨૧૩ અને આગળની પ્રોસેસ માટે બાકી રહેતી અરજીઓ નીલ છે તેમ ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.