આણંદ જિલ્લાના નગરજનોને સ્વચ્છતા અંગે જાગૃત્તિ કેળવવા સેવા સેતુ ટ્રસ્ટના દિવ્યાંગજનોએ સ્વચ્છતા રેલી યોજી   

હિન્દ ન્યુઝ, આણંદ

   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરીત સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્ય મુખ્યમતત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનઅભિયાન ઝુંબેશ સ્વરૂપે આરંભ થયો છે.

જે અન્વયે આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પહોચાડવા તથા જનભાગીદારી થકી જિલ્લાને સ્વચ્છ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોના સમર્થનમાં જિલ્લાના સેવાભાવી સંસ્થા સેવા સેતુ ટ્રસ્ટ આવ્યું છે. સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર અને કોન્સેપ્ટ ટુ કલીન( સી ટુ સી) પરિવાર દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રેલીમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા કલેકટરએ સેવાસેતું ટ્રસ્ટના અગ્રણી સાથે રેલીમાં નેતૃત્વ કરીને નગરજનો માટે સ્વચ્છતા માટેનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલ સ્વચ્છ ભારત અભિયાનની ૧૦ મી આવૃત્તિ અતર્ગત આણંદ જિલ્લા પણ સ્વચ્છતામાં અગ્રેસર લાવવા તંત્ર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રયત્નોને આણંદ જિલ્લાના નગરજનો સ્વચ્છા અંગે જાગૃત થાય તેમજ નગરજનો પોતે સહભાગી બનીને સ્વચ્છતા અભિયાન જનઅભિયાન બને તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.

 આ પ્રસંગે સેવાસેતુ ટ્રસ્ટના અગ્રણી જણાવ્યું હતું, દિવ્યાંગો દ્વારા સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સ્વચ્છતા અંગે જનજાગૃતિના ઉમદા હેતું સાથે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું છે.

આ પ્રસંગે આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, મામલતદાર સહીત શાળાના મોટી સંખ્યામાં ભૂલકાઓ જોડાયા હતા.

Related posts

Leave a Comment