હિન્દ ન્યુઝ, આણંદ
ભારે વરસાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટી જેવી સમસ્યા સર્જાઈ છે અને આણંદ જિલ્લામાં પણ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે ત્યારે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ રાત દિવસ જોયા વગર ખડપગે નાગરિકના આરોગ્યની સાર સંભાળ લીધી છે.
આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે જિલ્લાના નાગરિકોનું આરોગ્ય વિભાગ દ્વારા સાચા અર્થમાં દરકાર કરવામાં આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમ દ્વારા બે સગર્ભાઓની દરકાર કરીને સફળ પ્રસુતિ કરાવી તે છે.
વાત વિગતે જણાવીએ તો , તાજેતરમાં થયેલ ભારે વરસાદમાં તારાપુર તાલુકાના ગામોમાં પણ પાણી ભરાયા હતા. આ દરમિયાન પચેગામ માં પણ પાણી ભરાઈ ગયા હતા. ત્યાં રહેતા સગર્ભા માયાબહેનને અચાનક પ્રસવ પીડા થતાં તેઓને તાત્કાલિક ટ્રેકટર મારફતે ગામમાંથી સ્થળાંતર કરીને ખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બયુલન્સ થકી તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોચાડવમાં આવ્યા હતા. ત્યાં તેમણે પ્રસુતિ કરાવતા તંદુરસ્ત બાળકને જ્ન્મ આપ્યો હતો.
આ જ રીતે તારાપુરના નભોઈ ગામના સર્ગભા જાગૃતિબહેનને પણ ગામમાં પાણી ભરવાના કારણે સલામતીના કરણોસર ગામના સરપંચશ્રી ભગવત સિંહ પરમાર દ્વારા જાતે ટ્રેકટર થકી સામુહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે પહોચાડવામાં આવ્યા હતા.તેમની સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા સફળ પ્રસુતિ કરાવીને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.
આમ, ભારે પાણીમાં તારાપુરના ગામો પાણી ગરકાવ થવા છતાં સર્ગભા બહેનોની પ્રસવ પીડા સાંભળીને સામુહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ના સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમ દ્વારા સફળ પ્રસુતી કરાવીને ખરેખર પ્રશંસનિય કામગીરી કરી છે.
advt.