હિન્દ ન્યુઝ, આણંદ
આણંદના આધ્યા અગ્રવાલ કે, જેમની પસંદગી પેરુ ખાતે યોજાનાર જૂનિયર વર્લ્ડ ચેમ્પીયનશીપમાં રાયફલ શૂર્ટીંગ સ્પર્ધામાં ૫૦ મીટર ૩ પોઝીશન અને પ્રોન પોઝીશનમાં થઈ છે. તેમણે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે લોકોને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતુ કે, સ્પોર્ટ્સ પ્રત્યેક વ્યક્તિના તંદુરસ્ત જીવનમાં અગત્યનો ફાળો છે અને સરકાર દ્વારા પણ રમત ગમતને પ્રાધાન્ય આપી ખેલ મહાકુંભ જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે, જેના કારણે ગુજરાતના અનેક રમતવીરો ખેલ મહાકુંભના માધ્યમથી ખૂબ જ આગળ વધ્યા છે.
નોંધનિય છે કે, આધ્યા અગ્રવાલ હોમ સાયન્સ કોલેજ, વિદ્યાનગર ખાતે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને રાયફલ શૂટિંગમાં તેઓ હવે દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..