હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે.
કોઝ-વે, નાળા કે પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માર્ગો પર પડી ગયેલા વૃક્ષો સહિતની અડચણો દૂર કરવા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે.
કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ તેમની ટીમ દ્વારા જે.સી.બી., ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે માર્ગોને પુનઃકાર્યાન્વિત કરવા પ્રયાસરત છે.
આણંદ જિલ્લાના હાલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના ૧૪ તથા પંચાયત હસ્તકના ૬૦ માર્ગો પાણીના ઓવરટેપિંગના કારણે બંદ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ માર્ગો પરથી પ્રવાસ ન કરવા તથા સતર્ક રહેવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્યના જે ૧૪ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં બોરસદ -અલારસા -કોસીન્દ્રા -કિંખલોડ રોડ, ખંભાત – નગરા- મોતીપુરા -રંગપુરા રોડ, ખંભાત-ગોલાણા રોડ, તારાપુર મોરજ જીચકા રોડ, કસારી એપરોચ રોડ, ઈસરવાડા- સાંઠ- જલુંધ રોડ, જીણજ પાદરા રોડ, દંતાલી -ફાંગણી -ભાટીએલ રોડ, ગલીયાણા -પચેગામ -દુગારી રોડ, તરકપુર -મીતલી- ગોલાણા રોડ, ગોલાણા -ગલીયાણા રોડ, પીપળાવ ચાંગા રામોલ રોડ,તારાપુર કાનાવાડા રોડ,દંતાલી- આશિ રોડ, ભાદરણ- વાલવોડ -ગાંજણા રોડ, રાસ ડાલી રોડ, ખંભાત -તારાપુર રોડ, બંધ કરવામાં આવ્યા છે
આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના ૬૦ જેટલા અંતરિયાળ રોડ બંધ કરવામાં આવ્યા છે, જેમાં કંસારી ઇન્દિરા કોલોની પંડ્યા તલાવડી, નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ ,કઠોલ રાસ રોડ વહેરાખાડી લગ્નચોરી રોડ, થામના ખિજલપુર રોડ, રાસ સિસવા રોડ, નોન કાંધરોટી લક્ષ્મીપુરા રોડ, જંત્રાલ દિલ્લી ચકલા રોડ, આંકલાવ આમરોલ રોડ, ભેટાસી માંડવાપુરા રોડ, રમોદડી અપ્રોચ રોડ, રમોદડી માનપુરા રોડ, ગુડેલ ખાખસર રોડ, નવી આખોલ તામસા રોડ, ભાટ તલાવડી મોતીપુરા રોડ, વત્રા રાલેજ રોડ, કાણીસા એપ્રોચ રોડ (ગામતળ), બામણવા ફીણાવ જલસણ રોડ, ભુવેલ એપ્રોચ રોડ, વટાદરા વત્રા રોડ, ભુવેલ બળીયાદેવ થી કાશીયાપુરા રોડ, વટાદરા જનતાનગરી મકવાણા પુરા રોડ, આંબેખડા વિસ્તાર હરીપુરા એપ્રોચ રોડ, ખંભાત ધુવારણ રોડથી કલમસર પાટો વિસ્તાર રોડ, કલમસર પાધરીયા રોડ, એસ.એચ થી વાંટાપુરા કલમસર રોડ, જલુંધ સરદારનગર નીલકંઠપુરા રોડ, વાડોલા ઉંદેલ રોડ, તારાપુર સ્ટેશન રોડ, વરસડા કનેવાલ રોડ, કસ્બારા ચિતરવાડા પચેગામ રોડ, ઉંટવાડા મોભા જલ્લા હરિયાણ રોડ, ભંડેરજ યાવરપુરા રોડ, ભંડેરજ એપ્રોચ રોડ, ખણસોલ એપ્રોચ રોડ, દેવા ભળકડ રોડ, તામસા પાંદડ રોડ, ધુવારણ છત્રાબના ગરનાળા રોડ, પાંદડ કોઝવેથી મીતલી રોડ, ડેમોલ વાસણપુરા રોડ, ખંભોળજ કુંજરાવ રોડ, એસ.એચ ટુ ઊંડીસીમ નગરા રોડ, વડગામ શિકોતરમાતા રોડ, આદરુજ ઉંટવાડા રોડ, નભોઈ એપ્રોચ રોડ (ગામતળ), મોરજ ચિખલીયા રોડ, નાપા વાંટા ઊંટવાડિયાપુરા રોડ, મીલરામપુરા મોટા કલોદરા (મીલરામપુરા ખડા રોડથી સાબરમતી નદી રોડ) (ખડા મોટાકલોદરા રોડથી સાબરમતી નદીને જોડતો રોડ,મીલરામપુરા વસ્તાણા રોડ, કાનાવાડા રસાલપુરા રોડ, કાનાવાડા થી સ્મશાન ગૃહ રોડ, ગલીયાણા એપ્રોચ રોડ, પાદરા જાફરાબાદ રોડ, ચિતરવાડા ચાંગડા રોડ, વલ્લી વાધાતળાવ ગલીયાણા રોડ, રાજવાપુરા વિસ્તાર થી તારાપુર એપ્રોચ રોડ, રાવપુરા સેવરાપુરા રોડ, નાપા ઉંટવાડીયાપુરા રોડ રોડ બંધ કરવામાં આવ્યા છે.